તારીખ 30 12 2024 ના રોજ વિદ્યાસભા કેમ્પસમાં સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમકે ખોખો, કબડ્ડી, રસ્સાખેચ, 100 મીટરદોડ ,200 મીટરદોડ, રિલેદોડ. મનોરંજન ગેમમાં પણ અલગ અલગ ગેમ રાખવામાં આવી હતી જેમકે લીંબુ ચમચી, કોથળાદડ, લોટફૂકની.
જેમાં અલગ અલગ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
1 ) તુષારભાઈ જોષી -નગર પ્રા. શિક્ષણ સમીતી
2) આઈ. પી. બારડ - સેક્રેટરી ડિસ્ટ્રીકટ હોડી
3) દિનેશભાઈ ભુવા, પ્રમુખશ્રી લેઉવા પટેલ સમાજ અરાણી ઉદ્યોગ પતિ
4) મનસુખભાઈ બેદર
5) ચતુરભાઈ ખુંટ
(6) પુનમબેન કુમકીથા
પહેલા જ્યોત પ્રગટ કરવામાં આવી ત્યારબાદ પરેડ અને ત્યારબાદ એક એક ટીમ પરેડ કરી ગ્રાઉન્ડ માં આવી આવી રીતે સ્પોર્ટ્સ ડે ની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યાર પછી પરેડ કરીને એક પછી એક ટીમ ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને તેમ અલગ અલગ ટીમના નામ રાખવામાં આવ્યા હતા જેમકે પી ટી ઉષા, તાત્યા ટોપે, જીવરાજ મહેતા, લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ, આ દરેક ટીમોનો અલગ અલગ કલર કોડ પણ રાખવામાં આવ્યો હતો.
ત્યાર પછી જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરીને મહેમાનોને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરીને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
Comments
Post a Comment