ખબર નહીં કેટલા માસુમ દિલોની સાથે રમી છે તું
કેટલા તો ભવિષ્ય પણ તે બગાડી નાખ્યા. ઉપરની કેટલાના માબાપના લોહીના આંસુ પી લીધા તે.
તને કોણે આ અધિકાર આપ્યો છે કે તું એક કાગળ પર લખેલા આંકડાના આધાર ઉપર કોઈની પણ કાબેલિયતનો અવલોકન કર તુ કોણ છે કે આ નિર્ણય આપે છે કે માર્કશીટ એક કાબિલિયત નું પ્રતિબિંબ છે.
કેમ બિલ great સચિન અને ગાંધીની કાબેલિયત તમારા આ આંકડાની મોહતાજ રહ્યા છે, કેમ?
કેમ તે તો નરેન્દ્ર મોદીને પણ પ્રધાનમંત્રી લાયક બનાવ્યો છે?
કેમ ન્યૂટન અને આઈન્સ્ટાઈન ને તે તો વૈજ્ઞાનિક બનાવ્યા?
નાના આ બધી પ્રતિમા તારી આંકડાની લંગડી ટુટલી ગાડીમાં નથી ચડી શક્યા એમને ફેકી દીધા છે આ એમની મહેનત અને લગનથી શિખર પર પહોંચ્યા છે.
તું સો જાણે છે, એ માસુમ ને જેમના અંક એટલા માટે કાપી નાખ્યા છે કે ,એમને ખાલી તારા એક-બે જવાબ સરખા નથી લખ્યા....
હવે પરીક્ષા જો થઈ શકે તો કંઈક કરજે નહિતર આમને આમ હવે કોઈને પણ તારા ઉપર વિશ્વાસ નહીં રહે....
તું અનુભવ કરજે કેમ થાય આખી રાત જાગી જાગીને blog, PPT, Assignment, flintlearnig, બધું જ કરવા છતાં તો એમને કાંઈ જ આપતી નથી, કેમ બધું નિરર્થક છે એમનું કંઈ ભવિષ્ય નથી, તે તો ખાલી એક કાગળના ટુકડા ઉપર આંકડા લખી ને આપી દીધા અમને તો તે અકાબીલ્યત પ્રતિભાહીન કરી દીધા.
તે તો લાલ કાળા અક્ષરોથી તેમના ભવિષ્યને તાળું લગાવી દીધું છે.
પણ તું આમ જ રહીશ હંમેશા કે ક્યારેક બદલાય છે કે પછી તું હંમેશને માટે જતી રહીશ.
મારી તો એટલી જ વિનંતી છે કે તને કેજો થઈ શકે તો તું "આત્મહત્યા" કરી લે અને નવો જન્મ લે નહિ તો તું નહીં ચાલે ટેકનોલોજીના યુગમાં, માણસો ફેંકી દે છે તને એક અમારી વિનંતી છે તને કે જો થઈ શકે તો આટલુ કરજે.
અને હા છેલ્લે તને શું લાગે છે કે અમે બધા આમજ રહેશું ?
નહિ પણ અમે જ તને ખોટી સાબિત કરીને તને "આત્મહત્યા" કરવામાં મદદ કરશું અને તને નવો જન્મ નવા વિચાર અને નવા લુક સાથે અપાવશું. આ તારા કાગળને કચરા ટોપલીમાં ફેંકી ને સાબિત કરશુ કે આ તારા અંકોથી કંઈ થતું નથી...
એક કામ માટે જ એ પરીક્ષા સુધરી જા.......
Thank you Exam.
Comments
Post a Comment